ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના બંને પ્રમુખ પક્ષોએ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપ સરકારે સંકલન સમિતિની રચના કરીને પોતે સમગ્ર ચૂંટણીપ્રક્રિયામાં આગળ હોવાનો દાવો કર્યો છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીના પ્રચારપસારથી માંડીને ચૂંટણી કમિટીઓ, પ્રભારી અને નિરીક્ષકોની નિમણૂકો કરવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે.
ભાજપના ચૂંટણી પ્રચાર અંગે ભાજપના પ્રવકતા વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીત જણાવ્યું કે આગામી ચૂંટણી સમિતિ અને તેને લગતી અન્ય કમિટીઓની રચના સમયાંતરે થઈ જશે. પત્રકારો પૂછ્યું કે, કમિટીની રચના કરવામાં આવનાર છે ? કોના અઘ્યક્ષસ્થાને રચાશે ? તેના ઉત્તરમાં રૂપાણીએ કહ્યું કે, ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડે ત્યાં સુધીમાં કમિટીની રચના થઈ જશે. જેના અઘ્યક્ષ પ્રદેશ પ્રમુખ જ હોય છે. બાકીની કમિટીઓની રચના થવાની છે ? તેના અંગે તેમણે હકારમાં ઉત્તર વાળ્યો હતો.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, રાજયસરકાર અને ભાજપની વિવિધ યાત્રાઓ, સંમેલનો સંપન્ન થયાં છે અને હવે નવરાત્રી દરમિયાન અલગ રીતે પ્રચાર કાર્ય માટે પક્ષ તૈયારી કરી રહ્યો છે. ભાજપ અને સરકાર દ્વારા અત્યાર સુધીમાં વણથંભી યાત્રામાં ચાર હજાર જેટલાં ગામો, સાગરખેડૂ અને વનબંધુથી અન્ય સાત હજાર ગામો, વંચિતોના વિકાસ યાત્રાથી ૭૫૦ જિલ્લા પંચાયતોની બેઠકો અને ૧૬૭ નગરપાલિકાઓમાં રાત્રિનાં સંમેલનો યોજીને પ્રચારનું પ્રથમ ચરણ પૂરું કર્યું છે.
છેલ્લે તેઓએ જણાવ્યું કે, કેન્દ્રીય કાપડમંત્રી શંકરસિંહ વાધેલાએ રામસેતુના મુદે ભાજપની ટીકા કરવાને બદલે પોતે એવી રાડ પાડવી જોઈએ કે કરોડો હિન્દુઓની આસ્થા સમાન રામસેતુને તોડાશે નહીં. વાસ્તવમાં રામસેતુ તોડવાની માનસિકતા કોંગ્રેસની યુપીએ સરકારની છે અને તે મુદે જ પાછી ખેંચાયેલી એફિડેવિટમાં પ્રતિપાદિત થતો હતો. આથી વાધેલાએ પોતાની કોંગ્રેસ અને તેમની સરકાર વતીથી આવી જાહેરાત કરવી જોઈએ. આમ તેઓએ બીન માંગેલી સ્લાહ કોંગ્રેસને ચોપડી દીધી હતી.
આ રીતે ભાજપ તમામ રીતે આગળ છે. તેમણે કહ્યું કે, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અઘ્યક્ષસ્થાને રચાયેલી ચૂંટણી સંકલન સમિતિની આજે પ્રથમ બેઠક મળી હતી. જેમાં રૂપાલા ઉપરાંત પ્રદેશ પ્રભારી ઓમ માથુરે હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું.
કોંગ્રેસના ભૂતપૂર્વ ચાર ધાર સભ્યો ભાજપમાં - ચૂંટણી શરૂ થઇ તે પહેલાજ ધારાસભ્યોનો પાર્ટી બદલ કાર્યક્ર્મ શરૂ થઇ ગયો છે. જેની શરૂઆત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કરી છે. જેમાં કરછના ડો. નિમાબહેન આચાર્ય, દ્વારકાના પબુભા માણેક, દક્ષિણમાંથી શંકરભાઈ વારલી અને મનીષ ગિલિટવાલાનો સમાવેશ થાય છે. આ સભ્યો જિલ્લાકક્ષાએ યોજાયેલા સંમેલનોમાં જોડાયા હતા. જ્યારે ભાજપમાં નારાજ જૂથના સસ્પેંડ થયેલા ધારાસભ્યો હવે ધારાસભ્યપદેથી રાજીનામાં આપનાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
You are Here: Home > કોંગ્રેસ ભાજપ ચૂંટણી પ્રક્રિયા
Friday, November 2, 2007
કોંગ્રેસ ભાજપ ચૂંટણી પ્રક્રિયા
Popular Posts
-
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અ...
-
The 13-year-old boy jumped off clumsily from the adults' bicycle on the village road, interrupting the reporter's conversation with ...
-
ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આ...



0 comments:
Post a Comment