કોંગ્રેસે ગુજરાતમાં ચૌમુખી વિકાસના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દાવાઓને સંપૂર્ણ રીતે ખોટા ઠેરવતાં જણાવ્યું હતું કે તેઓએ પોતાના શાસનકાળ દરમિયાન યુવાઓ, ખેડુતો, આદિવાસીઓ અને લઘુમતીઓ માટે કોઇ જ કાર્ય નથી કર્યું.
કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગીક મંત્રી તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે અહીંયા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શ્રી મોદીનું ગુજરાત ગૌરવનું સુત્ર ફક્ત થોડાક ઉદ્યોગ ઘરોમાં થયેલ લાભ સુધી જ સીમિત છે. રાજ્યમાં જુદાજુદા ક્ષેત્રો પર જો નજર નાંખીઓ તો શ્રી મોદીના ગુજરાત ગૌરવના દાવાઓ અને વિકાસની વાતોમાં કોઇ જ દમ દેખાતો નથી.
તેઓએ કહ્યું કે જો શિક્ષણ અને યુવાનોની વાત કરીએ પાછલાં આઠ વર્ષમાં કઈ જ એવું કાર્ય નથી થયું જેની આપણે ચર્ચા કરી શકીએ. જો એંજીનીયરીંગ કોલેજોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને માહારાષ્ટ્રની સરખામણીમાં આપણે ખુબ જ પાછળ છીએ.
શ્રી મોદી ખેડુતોની વાતો ખુબ જ કરે છે પરંતુ હકીકત એ છે કે રાજ્યના ખેડુતો દેવા નીચે દબાયેલા છે અને દરેક ખેડુતના માથે 15536 રૂપિયાનું દેવું છે. સરકારે સ્વીકાર્યું છે કે રાજ્યમાં 300 કરતાં પણ વધારે ખેડુતોએ આત્મહત્યા કરી છે પરંતુ હકીકતમાં આ આંકડો તેના કરતાં પણ વધું છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચુંટની આવતાની સાથે જ મોદીએ આદિવાસીઓ માટે મગરમચ્છના આંસુ વહાવાના શરૂ કરી દીધા છે. જ્યારે કે હકીકત એ છે કે તેમના શાસનકાળ દરમિયાન આદિવાસીઓના વિકાસ માટે એક ઇંચ જગ્યા પણ મંજુર કરવામાં આવી નથી જે જમીન વહેચવામાં પણ આવી છે અને તેને કોંગ્રેસ સરકારે મંજુર પણ કરી હતી. તેઓએ એ પણ જણાવ્યું હતું કે સારા શાસનનો દાવો કરનાર શ્રી મોદીએ રાજ્યમાં લોકાયુક્તની નિમણુંક પણ નથી કરી. પાછલાં સાત વર્ષથી રાજ્યમાં વિધાનસભાની અંદર ઉપાધ્યક્ષ પણ બનાવવામાં નથી આવ્યો. લઘુમતીઓનું કામકાજ ઠપ્પ પડ્યું છે.
You are Here: Home > ગુજરાત ગૌરવનો મોદીનો દાવો પોકળ
Friday, November 2, 2007
ગુજરાત ગૌરવનો મોદીનો દાવો પોકળ
Popular Posts
-
17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અ...
-
The 13-year-old boy jumped off clumsily from the adults' bicycle on the village road, interrupting the reporter's conversation with ...
-
ભાજપે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિદ્ધિઓમાં વિકાસ સિવાય આતંકવાદ પર અંકુશને પણ ગણાવતા આજે શનિવારે કહ્યું હતું કે, તેમનાં શાસનમાં આ...



0 comments:
Post a Comment